માર્ચ મહિનાની પોઝિટીવ શરુઆત : સેન્સેક્સ ૧૯૬ અંક પ્લસ

0
6

મુંબઇ,તા.૧
માર્ચ સીરીઝની સારી શરૂઆત થતા તેજી સાથે શેર માર્કેટ બંધ થયુ હતુ. આજ દિવસ દરમિયાન બજારમાં ખરીદારી જોવા મળી હતી. સારા સમાચારોના કારણે આજના બજારમાં એક્શન જાવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે ૦.૫ ૦૫ ટકા મજબૂતાઈ સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી ૧૦૮૫૦ને પાર જવામાં સફળ રહ્યો હતો.
તો બેન્ક નિફ્ટીમાં આજે ૨૫૦ પોઈન્ટની તેજી જાવા મળી હતી. નેશનલ મિનરલ પોલિસીને કેબિનેટની મંજૂરી મળ્યા પછી માઈનિંગ શેરોમાં તેજી આવી હતી તો ચીની મીલોના સસ્તા કર્જને જાઈને શેરોમાં મીઠાસ જાવા મળી હતી. સાથે ફેમ-૨ પોલિસીને મંજૂરીથી ઓટો અને ઓટો એસિલરી શેરોમાં જાશ જાવા મળ્યો હતો.
દિગ્ગજ શેરો સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૩ ટકાના ઉછાળા સાથે ૧૪૫૦૫ પર બંધ થયો હતો. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૧ ટકાની સાથે ૧૩૯૮૦ના સ્તરને પાર બંધ થયો હતો. તેલ અને ગેસ શેરોમાં આજે જારદાર વધારો જાવા મળ્યો હતો. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ લગભગ ૧ ટકાનો ઉછાળા સાથે બંધ થવામા કામયાબ રહ્યો છે.
ચારેતરફ ખરીદીનો માહોલ બેંક શેરોમાં વધીને ભાગ લેતા બેન્ક નિફ્ટીમાં ૦.૯૫ ટકાની તેજી સાથે ૨૭૦૫૦ની ખુબજ નજીક બંધ થયો છે. આજના કારોબારમાં મેટલ, પીએસયૂ બેન્ક, ફાર્મા, આઈટી, ઓટો અને એફએમસીજી શેરોમાં સૌથી વધારે તેજી જાવા મળી હતી. નિફ્ટીના મેટલ ઈન્ડેક્સમાં ૧.૮ ટકા, પીએસયૂ બેન્ક ઈન્ડેક્સ ૨.૬ ટકા, ફાર્મા ઈન્ડેક્સ ૧ ટકા, આઈટી ઈન્ડેક્સ ૦.૭૫ ટકા, એફએમસીજીમાં ૦.૬૯ ટકાની ઓટો ઇન્ડેક્સમાં ૦.૭૦ ટકાના વધારા સાથે બંધ થયો છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૯૬.૩૭ પોઈન્ટ એટલેકે ૦.૫૫ ટકાના વધારા સાથે ૩૬૦૬૩.૮૧ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં નિફ્ટી ૭૧ પોઈન્ટ એટલેકે ૦.૬૬ ટકાના વધારા સાથે ૧૦,૮૬૩.૫૦ સ્તર પર બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY