‘ઉરી’ બાદ હવે એર સ્ટ્રાઇક પર બનશે ફિલ્મ

0
6

મુંબઈ,તા.૧
ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલી જૈશ-એ-મોહમ્મદની છાવણી પર હુમલો કર્યો. તે હુમલામાં ૨૦૦થી ૩૦૦ આતંકવાદી માર્યા ગયા હોવાની ખબર છે. પુલવામા ટેરર એટેકનો બદલો લેવા તે કાર્યવાહી થઈ હતી, હવે તે ઘટના પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૃ થઈ ચૂકી છે. અનેક પ્રોડક્શન હાઉસ વાયુસેનાની આ એક્શન પર ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. ટાઇટલની નોંધણી માટે પ્રોડક્શન હાઉસ વચ્ચે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડયુસર્સ એસોસિયેશનમાં ભાગદોડ શરૂ થઈ ચૂકી છે. એક અહેવાલ મુજબ પાંચ પ્રોડક્શન હાઉસ ટાઇટલની નોંધણી માટે પહોંચી ચૂક્્યા છે.
પ્રોડક્શન હાઉસ એર સ્ટ્રાઇક પર ફિલ્મ તૈયાર કરવા અલગ અલગ ટાઇટલની નોંધણી કરાવી રહ્યા છે. તેમાં પુલવામાઃ ધ ટેરર એટેક, પુલવામા એટેક ર્વિસસ ર્સિજકલ સ્ટ્રાઇક ૨.૦, સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦, બાલાકોટ જેવાં નામનો સમાવેશ થાય છે.
એક મેગેઝિનના જણાવ્યા મુજબ વોર રૂમ, હિંદુસ્તાન હમારા હૈ, પુલવામા ટેરર એટેક, ધ એટેક્સ ઓફ પુલવામા, વિથ લવ ફ્રોમ ઇન્ડિયા અને એટીએસ-વન મેન શો જેવાં ટાઇટલની નોંધણી આ પહેલાં જ થઈ ચૂકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY