રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની મુકામે નેશનલ મિશન ફોર રસ્ટેઇનેબલ એગ્રીકલ્ચર યોજના હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત રાજ્યકક્ષાનો વર્કશોપને ગુજરાતના અધિક ખેતી નિયામક ડી.વી. બારોટ, સંયુક્ત ખેતી નિયામક પી.ડી. રાઠોડ,સંયુક્ત ખેતી નિયામક વડોદરા એમ.કે. કુરેશી, સંયુક્ત ખેતી નિયામક અમદાવાદ શ્રીમતી કે.બી. છાયા વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

અધિક ખેતી નિયામક ડી.વી. બારોટે જણાવ્યું હતું કે, ભારત સરકારનાં પ્રયાસોને કારણે સોઇલ હેલ્થકાર્ડની યોજના ચાલી રહી છે, જેનાથી તમામ ખેડૂતોને તેનાથી લાભ મળી રહ્યોં છે. તેમજ ખેતી સ્માર્ટવેવથી કરવાની જરૂરિયાત છે. જરૂર પડે ત્યા ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન લઇ શકીએ છીએ.
સંયુક્ત ખેતી નિયામક પી.ડી. રાઠોડે જણાવ્યું હતું કે, એક કરતા વધારે પાકો આધુનિક ટેકનોલોજીને કારણે લઇ શકીએ છીએ, જમીનની અંદર પૃથ્થકરણ કરવું જરૂરી છે. તેમજ આધુનિક પધ્ધતિને કારણે ૨૦૨૨ માં ખેડુતોની આવકને બમણી કરવા સક્ષમ છીએ અને ખેડૂતો આત્મનિર્ભર થઇ શકશે. તેમજ જમીનની અગત્યતા બાબતે પ્રાથમિક માહિતી આપી હતી.
વડોદરાથી આવેલા સંયુક્ત ખેતી નિયામક એમ.કે. કુરેશીએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જમીનનાં નમૂનાં ખેડૂતનાં ખેતર સુધી પહોંચે તેમજ સમયમર્યાદામાં પહોંચે તો આપણે સોઇલ હેલ્થકાર્ડ યોજનામાં સફળતા પ્રાપ્ત કરી કહેવાશે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, સોઇલ હેલ્થકાર્ડ વાસ્તવિક રીતે અપનાવાથી ખેૂતોને મોટાપાયે તેનો લાભ થાય છે.
સેમીનારમાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા ખેતીવાડી સાથે સંકળાયેલા અધિકારીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યો હતો.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામના ખેડૂત લાભાર્થી મહેન્દ્ર બળવંતરાય તડવીએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, મને આ સોઇલ હેલ્થ કાર્ડ યોજના અનેક રીતે લાભદાયી થઇ શકે છે જેનાથી હું સારૂં ઉત્પાદન મેળવી શકું છું. આજે મારે મારા ખેતરમાં તુવેરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં હું લઇ શકું છું. તેનું શ્રેય તેઓએ સરકારને આપ્યું હતું. તેવા જ બીજા લાભાર્થી નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં મોટાઆંબા ગામના વતની કિરીટભાઇ વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા ખેતરનું સોઇલ હેલ્થને કારણે જુદા જુદા પાકો અને ફળોનું ઉત્પાદન મેળવી શકું છું, સજીવ ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. આ યોજના મારા માટે આશીર્વાદ સમાન છે.
આ વર્કશોપમાં સંયુક્ત ખેતી નિયામક પી.ડી. રાઠોડ, એમ.કે. કુરેશી, સંયુક્ત ખેતી નિયામક અમદાવાદ શ્રીમતી કે.બી. છાયા, નાયબ ખેતી નિયામક રિંકેશ ભટ્ટ, નાયબ ખેતી નિયામકો વિસ્તરણ અને જમીન ચકાસણી પ્રયોગનાં અધિકારીઓ-પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





