પપ્પાના ડાયરેક્શનમાં ફિલ્મ કરવાનો ડર લાગે છેઃ આલિયા ભટ્ટ

0
2

મુંબઈ,તા.૨
ટોચની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે મારા પપ્પાના ડાયરેક્શનમાં ફિલ્મ કરતાં મને ખૂબ ડર લાગે છે. એમના શિસ્ત વિશે ખૂબ સાંભળ્યું છે.
આમ તો પોતાને ડાયરેક્ટર્સ એક્ટ્રેસ તરીકે ઓળખાવતી આલિયાને લઇને સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ સડક ટુ કરવાના હોવાની વાતો સંભળાય છે. મૂળ સડકમાં આલિયાની ઓરમાન બહેન પૂજા ભટ્ટ અને સંજય દત્ત ચમક્યાં હતાં. સડક ટુમાં પણ આ બંને સિનિયર કલાકારો હશે પરંતુ મુખ્ય ભૂમિકા માટે નવોદિતોને ચમકાવવાની મહેશ ભટ્ટની યોજના છે.
આલિયાએ કહ્યું કે હાલ મારા પપ્પા રોજ મને મળે ત્યારે કહે છે કે હું તને બરાબર જાઇ લેવાનો છું. એમની દ્રષ્ટિ એક્સ રે મશીન જેવી હોય છે. એ જાણે મારા વ્યક્તિત્વની આરપાર જોતાં હોય એવું લાગે છે.
‘એમના એ શબ્દો ભલે પ્રેમથી બોલાતાં હોય મને એેમના ડાયરેક્શનમાં હાલ ફિલ્મ કરવાનો ડર લાગે છે’ એમ એણે કહ્યું હતું. એણે ઉમેર્યું કે હાલ હું મારા ફરતે એક પ્રકારની દિવાલ ઊભી કરી દઉં છું. બધા એ દિવાલની આરપાર જાઇ શકતા નથી પરંતુ મારા પિતાનો મને ડર લાગે છે. એમની સાથે નજીકના ભવિષ્યમાં મારે ફિલ્મ કરવાની છે. હાલના તબક્કે હું એમની સાથે કામ કરવા માનસિક રીતે તૈયાર નથી.
હાલ આલિયા પોતાના ગાડફાધર કરણ જાહરની બ્રહ્માસ્ત્ર અને કલંક એેમ બે ફિલ્મો કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY