કૃતિએ ‘સોનચિડિયા’નાં સ્ક્રીનિંગ માટેનું સુંશાંતનું ઇન્વિટેશન ફગાવ્યું

0
5

મુંબઈ,તા.૪
સુશાંત સિંઘ રાજપૂત અને કૃતિ સેનન વચ્ચેના રોમાન્સ વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. તેઓ બંને ‘રાબ્તા’ના મેકિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા, પરંતુ હવે તેમનું બ્રેક-અપ થઈ ચૂક્્યું છે. અભિષેક ચોબેની આ ડાકુ ડ્રામાના મેકર્સે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.
જેમાં કાસ્ટને તેમના ફ્રેન્ડ્‌સ અને ફેમિલી મેમ્બર્સને ઇન્વિટેશન આપવા કહેવામાં આવ્યું હતું. સુશાંતે કૃતિને ઇન્વિટેશન મોકલ્યું હોવા છતાં આ એક્ટ્રેસ આ સ્ક્રીનિંગમાં નહોતી આવી. ‘કેદારનાથ’માં સુશાંતની કો-સ્ટાર સારા અલી ખાન સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. એવી અફવાઓ છે કે, સુશાંત અને સારા રિલેશનશિપમાં છે અને તેઓ તેમની રિલેશનશિપને છુપાવવાની શક્ય એટલી કોશિશ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY