નેશનલ વોલીબોલ પ્લેયરની બાયોપિકમાં આલિયા ભટ્ટ ચમકશે

0
10

મુંબઈ,તા.૪
આજકાલ બોલિવુડમાં બાયોપિકનો દૌર ચાલી રહ્યો છે. હવે બોલિવુડની સૌથી ટેલેન્ટેડ એકટ્રેસ આલિયા ભટ્ટે બાયોપિકમાં કામ કરવાની હામી ભરી છે. આ ફિલ્મ અરૂણિમા સિન્હા પર બની રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આલિયાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની સહમતી આપી દીધી છે.
આ ફિલ્મ બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન, અ સ્ટોરી ઓફ લૂઝિંગ એવરીથિંગ એન્ડ ફાઈન્ડીંગ બેક નામના પુસ્તક પર આધારિત હશે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા આ ફિલ્મ માટે ખુબજ મહેનત કરવા તૈયાર છે. આ ફિલ્મને કરણ જાહર અને વિવેક રંગાચારી પ્રોડ્યુસ કરશે. ફિલ્મ અરૂણિમાના રોલમાં આલિયા વજન વધારશે.
અરૂણિમા સિન્હા એક નેશનલ વોલીબોલ પ્લેયર હતી જે કેટલાક લુટારાઓ સામે લડતા ટ્રેનમાંથી પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અરૂણિમાએ પોતાનો એક પગ ખોયો હતો. જા કે અરૂણિમાએ પોતાનો આત્મવિશ્વાસ અને હિમ્મત ટકાવી રાખી હતી. એક વર્ષની અંદરતો તે એવરેસ્ટ ચઢનાર પહેલી દિવ્યાંગ મહિલા બની ચુકી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY