મુંબઈ,તા.૪
સોનાલી બેન્દ્રે બહાદુરીથી કેન્સર સામેની જંગ લડી. એની ટ્રીટમેન્ટ દરમિયાન તેણે વાળ કપાવવા પડ્યા હતા. હવે એક મીડિયા ઇવેન્ટમાં તેણે કેન્સર સામેની તેની લડાઈ વિશે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તે તેની બીમારીનો ઉલ્લેખ કરતાં અનેક વખત ઇમોશનલ થઈ ગઈ હતી. સોનાલીએ કીમો બાદ બાલ્ડ થવું પડ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘મેં મારી કરિઅરમાં હેર પ્રોડક્ટની એડ્સ કરી છે. મારા લુક્સથી હું કમાણી કરી રહી છું. હું મારી કરિઅર વિશે વિચારીને ડરી ગઈ હતી. મને કેન્સર થયું હોવાની ખબર પડી ત્યારે મેં મારી ટીમને બોલાવી અને તેમને જાણકારી આપી હતી. મેં તેમને કહ્યું હતું કે, મારી બ્રાન્ડ ખલાસ થઈ ગઈ છે. હું ટ્રીટમેન્ટ માટે ન્યૂયોર્ક જઈ રહી છું, ખબર નથી કે, એ ક્યાં સુધી ચાલશે. એ સમયે તેમણે મને કહ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં તેઓ મારી સાથે છે. મારી ટીમે મારી હિંમત વધારી હતી. આ જર્નીમાં તેઓ વન્ડરફુલી મારી સાથે રહ્યા હતા.’
પોતાના બાલ્ડ લુક વિશે સોનાલીએ કહ્યું હુતં કે, ‘હું ઇમપર્ફેક્શનમાં પણ સુંદરતા શોધી લઇશ. પહેલાં મારા વાળ લાંબા હતા ત્યારે ઘણું બધું છુપાતું હતું, પરંતુ હવે એમ નથી. લાંબા વાળના કારણે ચહેરો પણ છુપાઈ જતો હતો, પરંતુ હવે આખો ચહેરો દેખાય છે.’ સોનાલીએ જણાવ્યું હતું કે, તેમના ફ્રેન્ડ્સનાં બાળકોને તેનો બાલ્ડ લુક ગમ્યો હતો. હજી સોનાલીની કેન્સર સામેની લડાઈનો અંત આવ્યો નથી. તે કહે છે કે, ‘મને એક સ્ટેજમાં લાગતું હતું કે, હવે હું કામ નહીં કરી શકું. મને ખબર નથી કે, હવે હું શું કરી શકીશ. હું ફિલ્મમાં કામ કરી શકીશ કે નહીં એની મને જાણ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




