બોલિવૂડ આખુ મુર્ખાઓથી ભરેલું છેઃ ઇમરાન હાશ્મી

0
5

મુંબઈ,તા.૪
ઇમરાન હાશ્મીની તાજેતરની ફિલ્મ ‘વાય ચીટ ઇન્ડિયા’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી નથી. આ ફિલ્મ ઇમરાનની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ હતી. જા કે ઇમરાનના કામની પ્રશંસા જરૂર થઈ છે. પરંતુ ઈમરાન બોલીવુડ વિશે કંઇક બોલી ગયો જે આજકાલ ચર્ચામાં છે.
ઇમરાન હાશ્મી મોટા ભાગે શાંત જાવા મળે છે. તેઓ ભાગ્યે જ બોલે છે. પરંતુ તાજેતરમાં તેણે બોલિવૂડ વિશે કંઈક એવું કહ્યું છે જે સતત ચર્ચામા આવી રહ્યું છે. ઇમરાને કહ્યું છે કે બાલીવુડમાં માત્ર થોડા જ નિર્માતાઓ છે કે જે કઈક અલગ કરવાની હિમત ધરાવે છે બાકી આખુ મૂર્ખ લોકોથી ભરેલું છે.
એવામાં અભિનેતાઓને સમજદાર બનવાનું મુશ્કેલ બની રહ્યું છે. બહુ ઓછા લોકો લીકમાંથી હટીને કંઇક અગલ કરવાની હિમત ધરાવે છે અને પ્રયાસ કરી રહ્યાં છે. બાલીવુડમાં સમજદાર અભિનેતા બનવું મુશ્કેલ છે. અહીં મૂર્ખતાનાં દમ પર લાંબા સમય સુધી ટકવું સહેલું છે. ‘ઇમરાને વધુમાં આગળ કહ્યું હતું કે, “દર્શકો બુદ્ધિશાળી છે પરંતુ ઉત્પાદકો અને દિગ્દર્શકો નથી સમજતા. પરંતુ હવે એ વાત સારી છે કે યુવાન પેઢી નવા વિષય સાથે આગળ આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY