ફિલ્મ ૨૦૨૦ની ઇદ પર રજૂ કરવાની યોજના
મુંબઈ,તા.૫
અક્ષય કુમારની આવનારી ફિલ્મ સૂર્યવંશીનો ફર્સ્ટલુક રિલીઝ થઈ ગયો છે. અક્ષય કુમાર એકવાર ફરીથી ઝાંબાઝ પોલીસ ઓફિસરના રોલમાં અને ખતરનાક અંદાજમાં પોસ્ટરમાં નજર આવી રહ્યા છે. ‘સિંઘમ’, ‘સિમ્બા’ જેવી પોલીસ ઓફિસર પર બનેલી સુપરહિટ ફિલ્મો આપનાર રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનવા જઈ રહેલી ફિલ્મ ‘સૂર્યવંશી’માં સાથે કામ કરશે. દિલચસ્પ વાત એ છે કે અક્ષય કુમારની આ એક્શન ફિલ્મ ઈદના મોકા પર ૨૦૨૦માં રિલીઝ કરવામાં આવશે. રોહિત શેટ્ટી મોટાભાગે અજય દેવગનને લઈને ફિલ્મો બનાવે છે. પહેલીવાર અક્ષય સાથે કામ કરશે.
ફિલ્મ સિમ્બા દરમિયાન આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી.સિમ્બા ફિલ્મમાં અક્ષયની ઝલક બતાવવામાં આવી હતી. સિમ્બાને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે કેટલાક રેકોર્ડ સ્થાપિત કર્યા છે તો ૨૦૧૮ની બ્લોકબાસ્ટર ફિલ્મ બની હતી. રોહિત શેટ્ટીએ દિલવાલે, સિંઘમ, ચેન્નઇ એક્સપ્રેસ, ગોલમાલ સિરીઝ, બોલ બચ્ચન, ઓલ ધ બેસ્ટ જેવી ફિલ્મો આપી છે.
અક્ષય કુમાર પહેલા પણ રાઉડી રાઠૌરમાં પોલીસ ઓફિસરનો રોલ નિભાવી ચુક્યા છે. અને ફિલ્મ સુપર હિટ ગઈ હતી. ‘સિંઘમ’, ‘સિમ્બા’ જેવી ફિલ્મો આપનાર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ મે મહિનાથી શરૂ થવાનું છે. આ ફિલ્મને લઈને અત્યારથીજ ખુબજ આતુરતા સેવાઈ રહી છે. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસરની લાઈન ખુબજ લાંબી છે. ફિલ્મને હીરૂ યશ જોહર, અરૂણા ભાટિયા, કરણ જોહર, અપૂર્વા મહેતા અને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



