મુંબઈ,તા.૫
હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ જબરિયા જોડીની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાની માહિતી મળી હતી.
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દે દે સાથે જબરિયા જોડીનો બોક્સ આૅફિસ ક્લેશ થતો હોવાનું જબરિયા જોડીના સર્જકોના ધ્યાનમાં આવતાં ક્લેશ ટાળવા તેમણે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી નાખી હતી.
અગાઉ થયેલી જાહેરાત મુજબ જબરિયા જોડી ૧૭મી મેએ રજૂ થવાની હતી. અજય દેવગણની ફિલ્મ પણ ૧૭મી મેએ રજૂ થતી હતી. અજયની ફિલ્મ સામે પોતાની ફિલ્મ ટક્કર નહીં ઝીલી શકે એવું લાગતાં જબરિયા જોડીના સર્જકે પોતાની ફિલ્મની તારીખ એક સપ્તાહ વહેલી કરી નાખી હતી એટલે કે હવે આ ફિલ્મ ૧૨મી મેએ રજૂ થશે.
ઉત્તર ભારતમાં અને ખાસ તો બિહારના કેટલાક વિસ્તારમાં ભણેલી ગણેલી યુવતીઓ માટે યોગ્ય મૂરતિયાની અછત છે એટલે કેટલેક સ્થળે યોગ્ય મૂરતિયાનું અપરહણ કરીને એનાં લગ્ન કરી નાખવામાં આવે છે. એની કથા ધરાવતી ફિલ્મને જબરિયા જાડી ટાઇટલ આપવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




