મુંબઈ,તા.૫
ફિલ્મ સર્જક દિનેશ વીજને કહ્યું હતું કે હવે ઓડિયન્સ ખૂબ સ્માર્ટ થઇ ગયું છે. દુનિયાભરનું મનોરંજન ઘરના ડ્રોઇંગ રૂમમાં આંગળીના ટેરવે હોય છે એટલે ઓડિયન્સને મૂર્ખ બનાવવાનું હવે સહેલું રહ્યું નથી.
પોતાના મેડોક ફિલ્મસ બેનર દ્વારા બદલાપુર, હિન્દી મિડિયમ અને હોરર કોમેડી સ્ત્રી જેવી ફિલ્મો આપનારા દિનેશ વીજને કહ્યું, આજનું ઓડિયન્સ અગાઉના ઓડિયન્સ કરતાં ઘણું સ્માર્ટ છે. દુનિયાભરના પ્રવાહોથી પરિચિત રહે છે. ઉપરાંત તમે રજૂ કરેલા કન્ટેન્ટની ગુણવત્તા પણ આજનું ઓડિયન્સ બરાબર પારખે છે એટલે માત્ર એકાદ સેલેબલ સ્ટારને લઇને તમે ઓડિયન્સ સાથે છળ કરી શકો નહીં.
તેમણે વધુમાં કહ્યું કે બહુ લાંબે ન જઇએ. તમે તાજેતરની કેટલીક હિટ નીવડેલી ફિલ્મો જુઓ. રાઝી, બધાઇ હો, સ્ત્રી વગેરે ફિલ્મોના બોક્સ આૅફિસ પરના આંકડા તમને સચ્ચાઇ જણાવી દેશે. ફિલ્મ સર્જકે બોલવાની જરૂર રહેતી નથી. બોક્સ આૅફિસ જાતે કહી દે છે કે ઓડિયન્સે કઇ ફિલ્મ સ્વીકારી અને કઇ નકારી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




