રૂપિયો ગગડતા ઓઈલ,પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી વસ્તુઓની ભાવ વધશે

0
19

આઈએમએફની આગાહી
ન્યુ દિલ્હી,તા.૧૯
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ની આગાહી અનુસાર ડિસેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં ચાલુ વર્ષે રૂપિયામાં ૬ થી ૭ ટકાની વચ્ચે વાસ્તવિક ઘટાડો થઈ શકે છે. સાથે જ ચેતવણી આપી છે કે જેને પગલે આૅઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવાકે આયાત કરેલી વસ્તુઓની કિંમત વધી જશે, જેનાથી મુદ્રાસ્ફીતિ પર દબાણ વધી શકે છે.
આઈએમએફના પ્રવક્તા ગેરી રાઈસે તાજેતરમાં રૂપિયામાં આવેલા મોટા કડાકા અંગે પૂછતા તેમણે કહ્યું કે રૂપિયા ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ડોલરના મુકાબલે લગભગ ૧૧ ટકા નીચે જતો રહ્યો છે. તેમણે કહ્યું કે ઉભરતા બજારો સહિત ભારતના મોટાભાગના વ્યાપાર ભાગીદાર દેશોના ચલણ પણ ડોલરની સરખામણીએ નબળા પડ્યા છે.
રાઈસે કહ્યું, અમારા અભ્યાસ મુજબ ડિસેમ્બર ૨૦૧૭ની તુલનામાં ચાલુ વર્ષે રૂપિયામાં મૂલ્યના આધારે ૬ થી ૭ ટકાની વચ્ચે વાસ્તવિક ઘટાડો રહી શકે છે. ભારતના અપેક્ષાકૃત બંધ અર્થવ્યવસ્થાને ટાંકીને રાઈસે કહ્યું કે, એપ્રિલ-જૂન ત્રણ મહીનામાં આર્થિક વૃદ્ધિમાં શુદ્ધ નિકાસનું યોગદાન એક વખત ફરીથી અનુમાનથી શાનદાર રહ્યું અને રૂપિયાના કડાકાથી તેમાં વધારો જોવા મળ્યો. તેમણે કહ્યું, રૂપિયાના કડાકાથી નિશ્ચિત રીતે આૅઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વધી જશે. આઈએમએફના એક રિપોર્ટને ટાંકીને રાઈસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા નોટબંધી અને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અવરોધો હોવા છતા મજબૂતાઈમાં ફેરફાર આવી રહ્યો છે.
તેમણે કહ્યું, હાલના ત્રણ મહિનાનો વિકાસ દર ગ્રાહક અને રોકાણ બંનેમાં સુધરી રહ્યો છે, જેનાથી અર્થવ્યવસ્થાને મદદ મળી છે. તેમણે પહેલા ત્રણ મહિનાનો વિકાસ દર આઈએમએફના આગાહીથી શાનદાર હોવાનો ઉલ્લેખ કરી હાલની વૈશ્વિક ગતિવિધિઓ વગેરને ધ્યાને રાખી પૂર્વાનુમાનની સમીક્ષા કરાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY