આઈટીસીએ સિગરેટના ભાવ વધાર્યા, શેરોમાં જોવા મળી તેજી

0
10

મુંબઇ,તા.૬
સિગરેટ બનાવનારી કંપની આઈટીસીએ ૩ સિગરેટ બ્રાન્ડના ભાવ વધાર્યા છે. ત્યારબાદ કંપનીના શેરમાં ૧.૫ ટકાનો વધારો થયો અને આ ૨૮૭ રૂપિયા પર પહોંચ્યો. કંપનીએ સિગરેટના ભાવમાં ૭ થી ૧૪.૫ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. બ્રિસ્ટલ, ફ્લેક એક્સેલ અને કેપ્સટન સિગરેટના ભાવ વધાર્યા છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે અમૂક પસંદ કરેલા બ્રાન્ડના ભાવ મામૂલી રીતે વધારવામાં આવ્યાં છે. કંપનીએ કેપ્સટન સિગરેટની કિંમત ૧૪.૫ ટકા વધારી છે. તો ફ્લેક એક્સેલની કિંમતમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બ્રિસ્ટલનની કિંમતમાં ૬.૭ ટકાનો વધારો થયો છે. આઈટીસીના કુલ વેચાણમાં આ સિગરેટનો હિસ્સો ૧૦ થી ૧૩ ટકા છે.
આ વધારા બાદ બ્રિસ્ટલના પેકેટના ભાવ ૬૦ રૂપિયાથી વધારીને ૬૪ રૂપિયા થઈ જશે. તો કેપ્સટનની કિંમત ૪૮ રૂપિયાથી વધારીને ૫૫ રૂપિયા થઇ જશે. તો ફ્લેક એક્સેલ સિગરેટનું પેકેટ હવે ૫૪ રૂપિયાના બદલે ૬૦ રૂપિયામાં મળશે. દરેક પેકેટમાં ૧૦ સિગરેટ હોય છે. કંપનીનું હેડક્વાર્ટર કોલકત્તામાં છે. કાલે પણ કંપનીના શેરમાં ૨ ટકાનો વધારો થયો હતો.
માર્ગન સ્ટેનલીએ આઈટીસી કંપનીના શેર પર ઓવરરેટિંગ જાળવી રાખ્યું છે. કંપનીએ શેર માટે ૩૨૦ રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે. આ ચાલુ ભાવથી અંદાજે ૧૩ ટકા વધારે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY