ઇરફાનની હોલિવૂડ ફિલ્મ ‘પઝલ’ને બિરદાવાઇ

0
5

મુંબઈ,તા.૭
બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા પંકાઇ ગયેલા અભિનેતા ઇરફાન ખાનની હોલિવૂડની ફિલ્મ પઝલની ચોમેર ભારોભાર પ્રશંસા થઇ રહી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જાગસંજાગે ઇરફાન લંડનમાં મગજમાં કેન્સરની ગાંઠની સારવાર લઇ રહ્યો હતો ત્યારે એની પઝલ નામની ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મમાં ઇરફાન કરેલા અભિનયને પશ્ચિમના મિડિયાએ દિલથી બિરદાવ્યો હતો.
અમેરિકન પત્ની ઇગ્નેસ અને પતિ મૂળ ભારતીય કૂળના એવા રોબર્ટના લગ્નજીવનમાં જે ઝંઝાવાત સર્જાય છે એને જિગ્સો પઝલ ટુર્નામેન્ટ દ્વારા રજૂ કરવાની ખૂબી આ ફિલ્મના સર્જકે રજૂ કરી હતી. માર્ક ટર્ટલટોબ આ ફિલ્મના સર્જક છે.
ઇરફાને ભજવેલા પાત્રને પશ્ચિમના અત્યંત કડક ગણાતા સમીક્ષકોએ પણ બિરદાવ્યું હતું. સમીક્ષકો એ ઇરફાનના પાત્રમાં રહેલી સ્વાભાવિકતા અને સૂક્ષ્મ હ્યુમર બિરદાવતાં ઇરફાનના અભિનયની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY