મુંબઈ,તા.૭
ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી પોતાની અભિનયક્ષમતા સાબિત કરી ચૂકેલા શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે ‘ધડક’ દ્વારા પણ પોતાની ટેલેન્ટને સાબિત કરી દીધી છે. તેમ છતાં તે કોઈ પણ ઉતાવળમાં નથી. તે સ્ક્રિપ્ટ તો વાંચી રહ્યો છે, પરંતુ તાત્કાલિક નિર્ણય લેતો નથી.
શાહિદ કપૂરનો ભાઈ હોવાનો કેટલો ફાયદો મળ્યો તે અંગે વાત કરતાં ઈશાન કહે છે કે મને ઈન્ડસ્ટ્રીઝમાં શાહિદનો ભાઈ હોવાનો વધુ ફાયદો મળ્યો છે એ વાતનો હું ઈનકાર ન કરી શકું. લોકો મને ફિલ્મમાં આવતાં પહેલાં તેના ભાઈ તરીકે જાણતા હતા. અમારો સંબંધ ખૂબ જ અતૂટ છે.
શાહિદ મારા કરતાં ૧૫ વર્ષ મોટા છે. જે સમયે તેમની પહેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ શૂટ કરી હતી ત્યારે હું માત્ર સાત-આઠ વર્ષનો હતો ત્યારથી લઈને આજ સુધી મને તેમની સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અમે બંને ડાન્સ અને અભિનયને લઇ ઝનૂની છીએ. તેમણે મને મારી જિંદગી અંગે ઘણું બધું શીખવ્યું છે.
ઈશાનના ભાગમાં ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ અને ”ધડક’ જેવી સ્ક્રિપ્ટ આવી. સ્ક્રિપ્ટની પસંદગી વખતે તેમનો શું માપદંડ હોય છે તે અંગે ઈશાન કહે છે કે અત્યાર સુધી મેં સ્ક્રિપ્ટને પસંદ કરી નથી, પરંતુ સ્ક્રિપ્ટે મારી પસંદગી કરી છે. ફિલ્મ પસંદ કરવાનાં ઘણાં કારણ હોઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




