‘સ્કાય ઇઝ પિન્ક’ની ટીમ આંદામાન પહોંચી

0
10

મુંબઈ,તા.૭
ફિલ્મ સર્જક સોનાલી બોઝની ફિલ્મ સ્કાય ઇઝ પિન્કના કલાકારો હવે પછીના શિડયુલ માટે આંદામાન પહોંચ્યા હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરી રહ્યાં છે. પ્રિયંકા એક બાળકીની માતા હોવાનો રોલ કરી રહી છે. આવોજ રોલ એણે હોલિવૂડની એક ફિલ્મમાં પણ કર્યો હોવાનું કહેવાય છે.
ફરહાન અને પ્રિયંકા ઉપરાંત આ ફિલ્મમાં ઝાઇરા વસીમ અને રોહિત સરાફ પણ ચમકી રહ્યાં છે. ઝાઇરા પ્રિયંકાની પુત્રીનો રોલ કરી રહી હોવાનું કહેવાય છે.
ગુરૂવારે સવારે આ યુનિટ આંદામાન પહોંચી ગયું હોવાની ઔપચારિક માહિતી મિડિયાને આપવામાં આવી હતી. પ્રિયંકાએ પોતે પણ કલાકારો તથા ટેક્નિશિયનો સાથેની એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી અને લખ્યું હતું કે અવર સ્કાય ઇઝ પિન્ક… અમે આંદામાન પહોંચી રહ્યાં છીએ.
આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આઇશા ચૌધરીના જીવન પર આધારિત હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ સોનાલી બોઝે કરેલી સ્પષ્ટતા મુજબ આ ફિલ્મની કથા આઇશાનાં માતાપિતાની કથા છે, આઇશાની પોતાની નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY