રાજપીપળામાં શહેરમાં વાલ્મિકી સફાઈ કામદારોની હડતાલનો ત્રીજો દિવસ, જોકે કાયમી સફાઈ કામદારો નોકરી પર જોડાયા

0
21

દેશની સરહદની રક્ષા કરતા સૈનિકોની જેમ દેશના સ્વાસ્થ્ય સૈનિકોનો પણ દરજ્જો હોવો જોઈએ :કમલ ચૌહાણ.

રાજપીપળામાં વાલ્મિકી સફાઈ કામદારોની હડતાલ ને પગલે ગંદકીના ઢગલા જોવા મળ્યા

રાજપીપળા :ગુજરાત ભરમાં વાલ્મિકી સફાઈ કામદારોની સાથે રાજપીપળા પાલિકાના વાલ્મિકી સમાજના કામદારોએ પણ પોતાને કાયમી કરવા અને બીજી અન્ય પડતર માંગણીઓ મુદે હડતાલ પર ઉતરતા રાજપીપળા શહેરોમાં કચરાના ઢગલે ઢગલા થઈ જવાથી ગંદકી છવાઈ ગઈ છે.વાલ્મિકી સફાઈ ામદારોએ હડતાલનું રણસીંગુ ફૂંકી સરકાર સરકાર હવે શું કરે છે એ જોવું રહ્યું.રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો 5 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર જતા ત્રીજા દિવસે રાજપીપળા શહેરમાં ઠેરઠેર ગંદીકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.

બીજી બાજુ રાજપીપળા પાલિકાના 24 જેવા કાયમી સફાઈ કર્મચારીઓ એક દિવસની સીએલ બાદ ફરજ પર જોડાઈ જતા થોડી રાહત થઈ હતી ત્યારે રાજપીપળા પાલિકા કોંગ્રેસ સભ્ય કમલ ચૌહાણે માંગ કરી હતી કે પીએમ મોદી દલિતોના પગ ધોઈ ખાલી પબ્લિસિટી સ્ટંટ કરે છે એના કરતા એમના પેટનો ખાડો પૂરે એ જરૂરી છે.આજે દેશમાં ગન્દકીઓ સાફ કરવાનું કામ વાલ્મિકી સમાજના લોકો જ કરે છે,તેથી તેઓ દેશના સ્વાસ્થ્યના સૈનિકો કહેવાય.દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો જેવો દેશના સ્વાસ્થ્ય સૈનિકોનો પણ દરજ્જો હોવો જોઈએ.

બોક્સ :રાજપીપલા પાલિકાના ચીફ ઓફીસર અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે શહેરમાં રહેલ કચરાનો નિકાલ કરવા હાલ તો કાયમી કર્મચારીઓ કામે લાગી ગયા છે અને જો હજુ આ હડતાલ લાંબી ચાલશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉકેલ લાવવામાં આવશે.હાલ તો 24 કાયમી સફાઈ કામદારો એક દિવસની સીએલ મૂકી હડતાળમાં જોડાયા બાદ ફરી નોકરી ઉપર શરુ થયા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY