મુંબઇ,તા.૮
રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની ૧૦૬મી જન્મ જયંતિના દિવસે નરીમાન પોઈંટ ખાતે આવેલા યશવંતરાવ ચવ્હાણ સેંટરના ભવ્ય સભાગારમાં યોજવામાં આવેલા શાનદાર સમારોહમાં રઘુરામ રાજનને ૫ લાખ રૂપિયા, સન્માન પત્ર, સન્માન ચિન્હ, શાલ, શ્રીફળ આવા સ્વરૂપમાંનો પુરસ્કાર એનાયત કરવામાં આવવાનો છે. એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ માજી કેન્દ્રીય પ્રધાન શરદ પવાર આ સમયે હાજર રહેવાના છે.
રઘુરામ રાજનએ મોદી સરકારની નાણાંકીય નીતિઓની ખાસ કરીને નોટબંધીની તીખા શબ્દોમાં ટીકા કરી હતી અને શરદ પવાર પણ આ નોટ બંધીની ટીકા કરવાવાળા છે. આ બન્ને નેતાઓ ૧૨ માર્ચ એક મંચ ઉપર એકત્ર આવવાના હોવાથી આ બન્ને નેતાઓ શું ભૂમિકા રજૂ કરે છે, એના તરફ રાજકીય નિષ્ણાતોનું ધ્યાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



