અજય દેવગણ ફૂટબાલ કોચ રહીમની બાયો-ફિલ્મ કરશે

0
8

મુંબઈ,તા.૨૯
માત્ર પચીસ કરોડના ખર્ચે બનેલી અને નાનકડી ગણાતી ફિલ્મ બધાઇ હો હિટ નીવડયા બાદ એના ડાયરેક્ટર અમિત શર્મા હવે એક બાયો-ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે.
ભારતીય ફૂટબાલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત આ ફિલ્મમાં મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ મુખ્ય ભૂમિકા કરવાનો છે.
અમિતે કહ્યું કે મને બિનજરૃરી વિવાદો સર્જે એવી કોઇ ફિલ્મ બનાવવામાં રસ હોતો નથી. બધાઇ હોનો વિષય બિનપરંપરાગત હોવાથી મેં એ ફિલ્મ કરી હતી જેમાં પચાસ વર્ષથી વધુ વય ધરાવતી મહિલા અકસ્માતે પ્રેગનન્ટ થઇ જાય છે પરિણામે એના પુત્રો શરૃમાં મૂંઝાઇ જાય છે અને પછી સંજાગોનો સ્વીકાર કરી લે છે એવી વાત હતી.ઔઅમિતે કહ્યું કે દરેક દર્શકના રસ રુચિ અલગ હોય છે અને પોતે કેવા પ્રકારની ફિલ્મ જાવી એ નક્કી કરવાનો દર્શકનો અધિકાર હોય છે. એ અધિકાર સ્વીકારીને તેમજ વિવિધ રસરુચિ ધરાવતા દર્શકોને ગમે એવી ફિલ્મ બનાવવાનું મને ગમે છે. હું પડકારો ઝીલવામાં માનું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY