‘મી ટુ’ આંદોલન ફક્ત પીડિતા મહિલાઓ માટે છે : મુંબઇ હાઇકોર્ટ

0
11

મુંબઈ,તા.૨૦
મુંબઇ હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બોલિવૂડમાં હાલ ચાલી રહેલું મી ટુ આંદોલન ફક્ત પીડિત મહિલાઓ માટે છે. આ આંદોલનનો ગેરલાભ લેવાની કોશિશ અન્ય કોઇએ કરવી નહીં.
મોખરાની અભિનેત્રી કંગના રનૌત અને તનુશ્રી દત્તા વગેરેએ ક્વીન ફેમ ડાયરેક્ટર વિકાસ બહલ સામે કરેલા જાતીય દુરાચારના આક્ષેપોની વિગતો હવે તો જગજાહેર છે.
વિકાસ બહલે હવે નિષ્ક્રીય એવી ફિલ્મ કંપની ફેન્ટમ ફિલ્મ્સના પોતાના ભાગીદારો વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપ સામે વ્યાવસાયિક અદેખાઇના પગલે આવા આક્ષેપ કર્યા હોવાનો આરોપ મૂકીને દસ કરોડ રૃપિયા વળતર માગતી અરજી કરી હતી. આ અરજીમાં વિકાસે હાઇકોર્ટને એવી વિનંતી પણ કરી હતી કે મિડિયા અને સોશ્યલ મિડિયા પર આ મુદ્દે ચર્ચા ન થાય એ માટે પણ હાઇકોર્ટે સ્પષ્ટ સૂચના આપવી.
જસ્ટિસ એસ જે કાથાવાલાએ આ ચેતવણી આપી હતી. ફેન્ટમ ફિલ્મ્સની એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ એવો આક્ષેપ કર્યો હતો કે વિકાસ સતત મને હેરાન કરતો હતો અને અન્ય ભાગીદારોને જણાવવા છતાં કોઇ પગલાં લેવાયાં નહોતાં માટે મને નોકરી છોડી દેવાની ફરજ પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY