મુંબઈ,તા.૨૦
એક્ટ્રેસ પરિણીતિ ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ગુરુવારે રિલીઝ થઈ અને પરિણીતિ ચોપરા આ ફિલ્મના બોક્સ ઓફિસ રિઝલ્ટ્સની રાહ જાઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવાની સાથે પરિણીતિ હવે પોતાના આગામી પ્રોજેક્ટ્સ અને કો એક્ટર્સ વિશે વિચારવા લાગી છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં પરિણીતિએ કહ્યું કે, તે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે કામ કરવા માગે છે. તેની સાથે જ તેણે પાકિસ્તાની એક્ટર્સ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને ખૂબ જ દુઃખદ ગણાવ્યા.
પરિણીતિ પહેલા પણ પાકિસ્તાની એક્ટર અલી ઝફર સાથે ફિલ્મ કિલ દિલમાં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાની એક્ટર્સ તદ્દન ભારતીય એક્ટર્સ જેવા જ છે અને જ્યારે તમે તેમને મળશો તો તમને ખબર પણ નહીં પડે કે તે પાડોશી દેશના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








