સુરતના સુવાલીના દરિયા કિનારે સુરતીલાલાઅો માટે દિવાળીમાં બીચ ફેસ્ટિવલ-૨૦૧૮નું આયોજન દિવાળીની રજાઅો દરમિયાન પ્રવાસીઅો એક મહિના દરમિયાન બીચ ફેસ્ટિવલનો આનંદ માણી શકશે

0
18

સુરત, તા.૨
હરવા ફરવાના મોજીલા સુરતીલાલાઓને માટે પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૩/૧૧/૨૦૧૮ થી તા.૨/૧૨/૨૦૧૮ દરમિયાન સૂરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બીચ ચોપાટી ખાતે આયોજીત બીચ ફેસ્ટીવલ-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું તા.૩જી નવેમ્બરના રોજ સાંજે ૫.૩૦ વાગે પ્રવાસન, આદિજાતિ વિકાસ, વન અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્દધાટન થનાર છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુ.પ્ર.નિગમ લિ.ના અધ્યક્ષશ્રી કમલેશ પટેલ, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતિ પ્રિનીબેન પટેલ, ચોર્યાસી તા.પં.પ્રમુખશ્રી દલપતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
મહિના દરમિયાન દરરોજ સાંજે સુવાલીના રમણીય બીચ પર મહેદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાલ-રમતો તમજ રો કલાઈમ્બિગ, ટાયર કલાઈમ્બિગ, ઝોર્બિગ, બીમ, બર્મા બ્રિજ, ઊટસવારી, ઘોડે સવારી તેમજ ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ આનંદ માણી શકશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY