અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જાવા મળશે

0
28

મુંબઈ,તા.૬
મોખરાનો અભિનેતા અક્ષય કુમાર હવે ઐતિહાસિક કથાવસ્તુ આધારિત ફિલ્મ કરવાનો છે અને એને પૃથ્વીરાજ ચૌહાણના રોલ માટે પસંદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.
૧૯૪૮માં ભારતીય હાકી ટીમે મેળવેલા ગોલ્ડ મેડલની કથા ધરાવતી ફિલ્મ ગોલ્ડ અને બેટલ આૅફ સારગઢીની ઘટના પર આધારિત કથા ધરાવતી ફિલ્મ કેસરી કર્યા બાદ અક્ષય કુમાર રજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા કરશે એવી જાણકારી મળી હતી. આ ફિલ્મ યશ રાજ જેવું પ્રતિષ્ઠિત બેનર બનાવશે અને ચાણક્ય ફેમ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી એના ડાયરેક્ટર હશે એવી માહિતી પણ મિડિયાને આપવામાં આવી હતી. અગાઉ ૧૯૯૧માં ડાક્ટર દ્વિવેદીએ ટીવી પર રજૂ કરેલા ચાણક્્ય શો માટે એ ખૂબ લોકપ્રિય થયા હતા.
હાલ અક્ષય કુમાર રાજસ્થાનનમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફૂલ ફોરના શૂટિંગમાં બીઝી છે. સાજિદ ખાન એના ડાયરેક્ટર છે અને રિતેશ દેશમુખ, નાના પાટેકર વગેરે ચમકી રહ્યા છે. આ ફિલ્મ અને અનુરાગ સિંઘની કેસરી પૂરી થયા બાદ એ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરશે એવું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.
બોલિવૂડના ત્રણે ખાનની તુલનાએ અક્ષય ભલે સુપર સ્ટાર તરીકે ઓળખાતો ન હોય, એની છેલ્લી આઠ નવ ફિલ્મોએ બોક્સ આૅફિસ પર તડાકો બોલાવ્યો હતો અને ધૂમ કમાણી પણ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY