તારી(સોનાલી) હિંમત અને ધૈર્ય પર મને ગર્વ છે : સોનાલીનો પતિ

0
4

મુંબઈ,તા.૬
બોલીવુડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે અત્યારે ચર્ચામાં છે. તેણે ૧ જાન્યુઆરીએ પોતાનો ૪૪મો જન્મદિવસ ઉજવ્યો. આ પહેલા સોનાલી બેન્દ્રે કેંસર જેવી ખતરનાક બીમારીનો સામનો કરવાનાં કારણે ચર્ચામાં હતી. આ પહેલા શનિવારે સોનાલી બેન્દ્રેને મળવા બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચન તેના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત ઋતિક રોશન, તેની પૂર્વ પત્ની સુઝૈન ખાન અને અન્ય સ્ટાર્સ પણ સોનાલીનાં ઘરે પહોંચ્યા હતા. તાજેતરમાં જ સોનાલી બેન્દ્રે કેન્સરની સારવાર કરાવીને ન્યૂયાર્કથી પરત ફરી છે. આ દરમિયાન તેના ત્યાં સ્ટાર્સનું આવન-જાવન રહ્યું હતુ. બોલીવુડનાં આ સ્ટાર કપલે પોઝ આપ્યા હતા.
આ દરમિયાન ઐશ્વર્યા રાય બ્લેક કલરનાં ડ્રેસમાં જાવા મળી હતી અને અભિષેક બચ્ચન બ્રાઉન કલરનાં ડ્રેસમાં જાવા મળી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને સોનાલી બેન્દ્રેનાં ઘરે પહોંચીને તેના સ્વાસ્થ્ય વિસે પુછ્યું હતુ.
ફાટોમાં ગાલ્ડી સોનાલીને કિસ કરતો જાવા મળ્યો હતો. ગાલ્ડીએ ફાટોની સાથે ભાવુક સંદેશ પણ લખ્યો હતો. તેણે લખ્યું કે, ‘એવું માનવામાં આવે છે કે તમારો પાર્ટનર તમારો દોસ્ત હોય છે અને સૌથી વધારે પ્રેરણા હોય છે, પરંતુ તુ મારા માટે આનાથી ઘણી વધારે છે. ભલે ૨૦૧૮નું વર્ષ તારા માટે મુશ્કેલ રહ્યું હોય, પરંતુ તારી હિંમત અને ધૈર્ય પર ગર્વ છે. તે સૌને પ્રભાવિત કર્યા છે, જેણે તને નજીકથી ઓળખી છે.’ સોનાલી બેન્દ્રેએ કેન્સર સામેની જીત મેળવ્યા બાદ ઘણા જ ખાસ અંદાજમાં જન્મદિવસ અને નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY