મુંબઇ,તા.૨
દિવસના અંતે શેરબજારમાં નરમાઇ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ -૫૦.૧૨ અંક એટલે કે ૦.૧૩% ઘટીને ૩૮,૯૮૧.૪૩ પર અને નિફ્ટી -૨૩.૪૦ અંક એટલે કે ૦.૨૦% ઘટીને ૧૧,૭૨૪.૭૫ પર શેરમાર્કેટ બંધ થયું છે.
ગઇકાલની રજા બાદ આજે શેરમાર્કેટ સુસ્ત રહ્યું છે. જેમાં શેરબજારમાં ખુલતા અને બંધ થતા નરમાઇ જાવા મળી છે. શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઘટાડો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ -૭૭.૪૮ અંક એટલે કે ૦.૨૦% ઘટીને ૩૮,૯૫૪.૦૭ પર અને નિફ્ટી -૨૫.૬૫ અંક એટલે કે ૦.૨૨% ઘટીને ૧૧,૭૨૨.૫૦ પર શેરમાર્કેટ ટ્રેડ કરી રહ્યું છે.
પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના ૧૦૦ શેરના સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સમાં લાલ નિશાન સાથે ટ્રેડિંગ જાવા મળ્યું છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિતના મોટાભાગના ઇન્ડેક્સમાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
અમેરિકન ડોલરની તુલનામાં રૂપિયો આજે નબળો રહ્યો છે. ગુરુવારે, ઓપનિંગ ટ્રેડિંગમાં ડોલર સામે રૂપિયામાં ૫ પૈસાની નબળાઇ સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૬૧ ની નીચી સપાટીએ ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૫૬ પર બંધ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



