ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કર્યો હોવા છતાં તે વિદેશમાં આસાનીથી ફરે છે. ભારતીય તપાસ સંસ્થાઓ આ ભાગેડુ જવેલર સામે રેડ કોર્નર નોટિસ (આરસીએન) ઈસ્યુ કરવા માટે ઈન્ટરપોલને સમજાવવામાં નિષ્ફળ રહી છે. નીરવ મોદીની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ આવશ્યક છે. ભારત દ્વારા ઉચ્ચસ્તરીય મધ્યસ્થીઓ રાખવામાં આવ્યા હોવા છતાં પણ ઈન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશને પ્રાથમિક સ્તરે એવો આગ્રહ રાખ્યો હતો કે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલી હોય તો જ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ શકે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા મે મહિનામાં તેની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલી હોવા છતાં પણ હજુ તેમ થઈ શકયું નથી. ગયા ફેબ્રુઆરીમાં નીરવ મોદી સામે એફઆઈઆરની નોંઘણી કર્યાબાદ તરત ભારતીય તપાસ સંસ્થાઓ ઈન્ટરપોલ પાસે પહોંચી ગઈ હતી અને મોદી સામે આરસીએન ઈસ્યુ કર વા માટે વિનંતી કરી હતી. આરોપી સામે ચાર્જશીટ ફાઈલ થયા પછી જ ઈન્ટરપોલ તેની સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી શકે તે બાબતથી માહિતગાર હોવા છતાં આવી વિનંતી કરવામાં આવી હતી. આવી વિનંતી નીરવ મોદીને રદ કરવામાં આવેલી પાસપોર્ટ પર પ્રવાસ કરતાં રોકવાના પ્રયાસપે કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓ નીરવ સામે આરસીએન ઈસ્યુ કરવા માટે દબાણ કરી રહી છે. જાકે, ઈન્ટરપોલે ચાર્જશીટની કોપીની માંગણી કરીને આરસીએન માટેની અરજી ફગાવી દીધી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



