તા.૧૬ જુનથી તા.૧૯ જુન સુધી કોઇપણ પ્રકારની કામગીરી તેમજ નાણાંકીય લેવડ-દેવડ બંધ રહેશે

0
39

જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં ડિઝીટાઇઝેશનની કામગીરી કરવામાં આવનાર હોવાથી

નડિયાદ–સોમવાર: જિલ્‍લામાં આવેલ ભારતીય ટપાલ વિભાગના તમામ ગ્રાહક મિત્રોને જણાવવામાં આવે છે કે, ગ્રાહકોને ઝડપી અને વધુ સારી સેવા પુરી પાડવા માટે ખેડા જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં તા.૧૬-૦૬-૨૦૧૮ થી તા.૧૯-૦૬-૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન ડિઝીટાઇઝેશન કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ સમયગાળા દરમિયાન પોસ્‍ટ ઓફિસમાં કોઇપણ પ્રકારની કામગીરી તેમજ નાણાંકીય લેવડ-દેવડ બંધ રહેશે અને આજથી કોઇપણ પ્રકારના ચેકની લેવડ-દેવડ કરવામાં આવશે નહીં.

આમ જિલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં તા.૨૦-૦૬-૨૦૧૮ થી રાબેતા મુબજ કામકાજ ચાલુ થઇ જશે. જેની સર્વે જાહેર જનતાને જાણ સારૂં તેમજ આ સમયગાળા દરમિયાન પોસ્‍ટ ઓફિસમાં ડિઝીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થાય ત્‍યાં સુધી સહયોગ આપવા પ્રવર ડાક અધિક્ષક, ખેડા વિભાગ, નડિયાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY