ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હીમાં યમુના નદીના પાણીનું સ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. ત્યારબાદ દિલ્હી સરકારે યમુનાના તટીય વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ જાહેર કર્યું છે. હાલ યમુનામાં પાણીનું સ્તર ૨૦૪.૯૨ મીટર છે, જે ખતરાના નિશાનથી ૦.૦૯ મીટર ઉપર છે.
ઉલ્લેખનીય છે કે યમુનામાં પાણીનું સ્તર ૨૦૪.૮૩ મીટર ઉપર જતાં જ ખતરો વધી જાય છે. આ દરમિયાન સતત વધી રહેલા પાણીના સ્તરને જાતાં એડમિનિસ્ટ્રેશને એલર્ટ જાહેર કરી દીધું છે.
એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી સરકારના સિંચાઇ તેમજ પૂર નિયંત્રણ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૧૦૦ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.
શુક્રવારે પૂર્વ દિલ્હીના જિલ્લા એડમિનિસ્ટ્રેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે દિલ્હી ઓલ્ડ રેલવે બ્રિજ પર યમુનાનું જળસ્તર ૨૭ જુલાઈના રોજ સાંજે ૭.૩૦ વાગે ૨૦૧.૧૦ મીટર પહોંચી ગયું હતું. પાણીના આ સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ એક્ઝુયુકેટીવ એન્જિનિયરો તેમજ સેક્ટર ઓફિસરને કંટ્રોલ રૂમ સાથે સંપર્ક રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ક્વિક રિસ્પોન્સ ટીમ હેઠળ અમારા લોકો તહેનાત છે અને આજે સેવામાં વાહન તથા ત્રણ હોડીઓ લગાવવામાં આવી છે.
હરિયાણા તરફથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. શનિવારે સવારે ૬ વાગે ૧,૬૫,૦૦૦ ક્્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. તેનો અર્થ એ છે કે પાણીના સ્તરમાં હજુ વધારો થશે.
જાકે વિભાગે કહ્યું કે વધુ અસર નહીં થાય, પરંતુ યમુનાના કિનારે આવેલા ગાંધી મંડૂ, ન્યુ ઉસ્માનપુર, યમુના પુસ્તા અને સોનિયા વિહાર જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને દૂર કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




