મુઝફ્ફરપુર,તા.૧૬
બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારની વિરુદ્ધ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. બિહારની પાક્સો કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીના પટનાના એસપીને નીતિશ કુમારની વિરુદ્ધ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. કોર્ટે નીતિશ કુમારની સાથે સમાજ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ અતલુ પ્રસાદ અને તત્કાલીન ડીએમ ધર્મેન્દ્ર સિંહ વિરુદ્ધ પણ તપાસનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરપુરના બાલિકાગૃહ કાંડમાં ધરપકડ થયેલા ડા.અશ્વિનીએ પોતાના વકીલ દ્વારા અરજી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં સીએમ નીતિશ કુમાર, સમાજ કલ્યાણ સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલીન ડીએમ ધર્મેન્દ્ર સિંહની ભૂમિકાની તપાસ કરવામાં આવે.
આ અરજીમાં જણાવાયું હતું કે વર્ષ ૨૦૧૩થી જ બાલિકા ગૃહમાં નિયમિતપણે ચુકવણી કરવામાં આવી રહી હતી. રૂટિન તપાસમાં આ કેસમાં બાલિકાગૃહના સંચાલકોને અધિકારીઓ દ્વારા કિલનચીટ આપવામાં આવી હતી.
સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ પાક્સો કોર્ટે આપેલા તપાસના આદેશ બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સ્વાભાવિક છે કે કોર્ટના આ ચુકાદા બાદ બિહારની રાજનીતિમાં નવો વળાંક આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




