મ્યાનમાર,તા.૧૦
મણીપુર સ્ટડી ટુરમાં ગયેલા બિહારનાં ચાર ધારાસભ્યોનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યો દારૂનાં નશામાં ચકચૂર બનીને એક યુવતિ સાથે ધરારપણે ડાન્સ કરતા નજરે પડે છે. આ સમગ્ર ઘટના ઈન્ડિયા મ્યાનમાર સરહદ પાસેનાં મોરેહ ટાઉનનો છે.
મળતી માહિતી પ્રમાણે, શૈક્ષણિક પ્રવાસે ગયેલા ધારાસભ્યોમાંરાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)નાં ધારાસભ્ય યદુવંશી કુમાર યાદવ અને રાજા પાકરનાં આરજેડી વિધાયક શિવ ચંદ્ર, ભાજપનાં ધારાસભ્ય સચિન પ્રસાદ સિંહ અને જેડીયુનાં ધારાસભ્ય રાજ કુમાર રાયનો સમાવેશ થાય છે.
બિહારની પિપરા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય યંદુવંશી કુમારનાં નેતૃત્વમાં ધારાસભ્યોની એક ટીમ સ્ટડી ટુર માટે અહિં આવી હતી. સચિન પ્રસાદસિંહ કલ્યાણપુર, પૂર્વી ચંપારણ્યથી ભાજપનાં ધારાસભ્ય છે. રાજ કુમાર રાય હસનપુર, સમસ્તીપુરથી જેડીયુનાં ધારાસભ્ય છે. તેમજ આરજેડીનાં રાજ પોકર વૈશાલીથી એમએલએ છે.
એનડીએ સરકારની ઇસ્ટ પોલીસી એક્ટ હેઠળ થતા વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે બિહારનાં ધારાસભ્યોની એક ટીમ ગત એક જૂને મણીપુરનાં મોરેહ ટાઉન પહોંચી હતી. આ તમામ ધારાસભ્યોને મણિપુર વિધાનસભા સાથે જાડાયેલા કર્મચારીઓ દ્વારા ગાઇડ કરવામાં આવ્યા હતાં.
વીડિયોમાં દેખાય છે કે,ધારાસભ્યો યુવતિ સાથે બળજબરીપૂર્વક અશ્લીલ રીતે ડાન્સ કરતા દેખાય છે. વીડિયોમાં જોવા ળે છે કે ધારાસભ્યો ધરાર યુવતિનાં ખંભા પર હાથ મુકીને તેની સાથે જબરદસ્તી ડાન્સ કરી રહ્યા છે. જા કે તેનાંથી અસહજ થયેલી યુવતિ ધારાસભ્યોનાં હાથ દુર ખસેડવાનો પ્રયત્ન કરે છે. યુવતિની ઉંમર ઘણી નાની હોવાનું સામે આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



