૨૦૨૩ સુધીમાં દેશમાંથી નક્સલીઓનો ખાતમો થઈ જશે : રાજનાથસિંહ

0
9

પલામૂ,તા.૨૩
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે કહ્યુંહતું કે, ૨૦૨૩ સુધીમાં દેશમાંથી નક્સલીઓનો ખાતમો થઈ જશે. સિંહે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતુકે,દેશની સુરક્ષાને નડી રહેલાં વિદ્રોહિઓ અને આતંકવાદીયોનો સફાયો કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતુકે, ઝારખંડમાંથી નક્સલીઓનો લગભગ ખાતમો થઈ ગયો છે. અને રાજ્યમાં બચેલા ક્ષેત્રોમાં પણ ખાતમો થઈ જશે.
પલામૂ સંસદીય ક્ષેત્ર પર બીજેપીના વર્તમાન સાંસદ વી ડી રામના સમર્થનમાં પ્રચાર કરતા તેમણે કહ્યું હતુકે, સત્તાની લાલચમાં ઝારખંડ મુકિત મોર્ચા અને કોંગ્રેસે રાજ્યમાં હાથ મીલાવી લીધો છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય મેળવવામાં તેઓ સફળ નહી રહી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY