શ્રીનગર,તા.૨૫
નોર્થ કશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર સેના, એસઓજી અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે મોડી રાત્રે સોપોરનાં નવપોરા ક્ષેત્રમાં તપાસ અભિયાન ચલાવ્યું.
જ્યાર બાદ છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી થયેલી ગોળીબારીમાં સુરક્ષદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધાં છે. સુરક્ષા એજન્સીઓને ક્ષેત્રમાં આતંકીઓ છુપાયેલાં હોવાંનો અંગત રિપોર્ટ મળ્યો હતો.
એસએસપી સોપો જાવેદ ઇકબાલે કહ્યુ કે, ક્ષેત્રમાં ફાયરિંગનો અવાજ સાંભળવામાં આવ્યો હતો. તેઓએ કહ્યુ કે, આતંકવાદીઓની શોધખોળ કરવા માટે ઓપરેશન શરૂ છે. આતંકી કબ્રસ્તાનની નજીકમાં છુપાયેલા છે. ઉલ્લેખનીય છે કે સેનાએ કશ્મીર ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ ચાલ્યું રાખ્યું છે.
જેનાંથી આતંકીઓનાં મજબૂત ઇરાદાઓ તૂટવા પર છે પરંતુ તેમ છતાં તેઓ ધાક જમાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તાજેતરમાં જ આતંકીઓએ કશ્મીરમાં પોલીસકર્મીઓ અને સુરક્ષાદળોનાં પરિવારોને નિશાન બનાવેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




