ગત વર્ષ કરતા આ વર્ષે પ્રતિમા ના ભાવ માં 15 ટકા થી વધુનો ભાવ વધારો
રાજપીપળા : ગણેશ ચતુર્થી ને હવે માત્ર એક સપ્તાહ બાકી છે ત્યારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં ગણેશ ભક્તોમાં આ દિવસ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોય રાજપીપળા ખાતે ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતિ ની પ્રતિમાઓ નું વેચાણ થઈ રહ્યું છે.

જેમાં વિશ્વક્રમાં મંદિર પાસે વેચાતી પ્રતિમા માં એક પરિવાર દ્વારા અમદાવાદ થી પી ઓ પી ની સાદી પ્રતિમાઓ લાવી રાજપીપળા ખાતે રંગરોગાન કરી આ પરિવાર પ્રતિમા માં પ્રાણ પૂરતું નજરે પડે છે ત્યારે આ પરિવાર ના જણાવ્યા મુજબ પી ઓ પી કલર અને ટ્રાન્સપોર્ટેશન ના ભાવ વધતા આ વર્ષે ગત વર્ષ કરતા આ પ્રતિમાઓ માં પંદર થી વિસ ટકા નો ભાવ વધારો થયો છે પરંતુ ભક્તો ભાવ વધારા છતાં એમના બજેટ પ્રમાણે નાની મોટી પ્રતિમાઓ ખરીદ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





