ઝઘડો થતા પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું, પતિનો પણ આપઘાત

0
9

નડિયાદ,તા.૭
ગળતેશ્વર નજીકથી પસાર થતી મહિ કેનાલમાં પતિ અને પત્ની વચ્ચે તકરાર બાદ પત્નીએ ઝંપલાવતાં, તેની પાછળ પતિએ પણ કેનાલમાં કૂદકો મારી દીધો હતો. જોકે સ્થાનિકોએ તુરંત જ કેનાલમાં પડીને પત્નીને બહાર કાઢી લીધી હતી. પરંતુ પતિનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ઘટનાના ૨૪ કલાક બાદ પણ નહેરમાં શોધખોળ કરવા માટે તંત્રની મદદ મળી નથી.
ગળતેશ્વરના હીરાના મુવાડા ગામે રહેતી હિરલપરમારના લગ્ન ૪ વર્ષ અગાઉ અંગાડી (ઈંટાડા) ગામના દિનેશપરમાર સાથે થયા હતા. ૩ વર્ષ પહેલા તેમની પુત્રીનો જન્મ થયો હતો. છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની વચ્ચે મતભેદ શરૂ થતાં હિરલ પિયરમાં રહેવા આવી હતી. દિનેશ પિયરમાં રહેતી પત્નીને મળવા આવ્યા હતા. તે સમયે હિરલ ઘરમાં હાજર ન હતી. જેથી પૂછપરછ કરતા તે ખેતરમાં મજુરી કામ કરવા ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દિનેશ ખેતરે ગયા હતો અને ત્યાં મજુરી કામ કરતી હિરલને મજુરી કેમ કરે છે? કહી મારઝૂડ કરી હતી. આવેશમાં આવીને હિરલ ખેતરની નજીકમાં જ આવેલી મહિ કેનાલ ઉપર દોડી ગયા હતા અને મારે નથી જીવવું તેમ કહી કેનાલમાં પડ્યા હતા. જેથી દિનેશ પણ પત્ની પાછળ કેનાલમાં કૂદી પડ્યા હતા.
ઘટનાના ૨૪ કલાક બાદ પણ સરકારી તંત્ર નહેરમાં દિનેશભાઇની શોધખોળ માટે મદદે આવ્યું નથી. જેને કારણે હાલમાં દિનેશના પરિવારજનો પુત્રની રાહ જાઇને નહેરે જ બેસી રહ્યા છે. સ્થાનિકોએ શોધખોળ કરી હતી, પરંતુ દિનેશભાઇનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન હિરલબેનને સારવાર માટે ખસેડાયા છે. જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY