શારજહાં,તા.૨૪
ટી-૨૦ બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-૧૦એ પણ ઝડપ પકડી લીધી છે. શારજહાંમાં ચાલી રહેલ ટી-૧૦ લીગની શુક્રવારે નાર્દન વારિયર્સ અને પંજાબી લેઝન્ડ્સ વચ્ચે લીગની ૮મી મેચ રમાઇ, તો અહિંયા ટી-૧૦ ક્રિકેટનો નવો રેકોર્ડ બની ગયો. નાર્દન વારિર્સની ટીમે અહિંયા નિર્ધારિત ૧૦ ઓવરમાં ૧૮૩ રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો. આ ઇનિંગમાં નાર્દન વારિયર્સની ટીમે કુલ ૧૯ સિક્સ અને ૧૦ ફોર ફટકારી હતી.
આ વિશાળ સ્કોરને સંભવ બનાવ્યો નાર્દનના વિકેટકીપર બેટ્સમેન નિકોલ્સ પૂરનની લાજવાબ ઇનિંગે. પૂરને માત્ર ૨૫ બોલ રમી ૩૦૮ની સરેરાશથી ૭૭ રન ઠોકી દીધા. આ ઇનિંગમાં તેને ૨ ચોગ્ગા અને ૧૦ સિક્સરો ફટકારી. નિકોલ્સ સાથે લેન્ડલ સિમંસ સાથે ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યા. બંન્નેએ પ્રથમ વિકેટ માટે ૬.૫ ઓવરમાં ૧૦૭ રન બનાવ્યા. તેના પછી આંદ્રે રસેલ બેટિંગ કરવા આવ્યો અને તેને પણ ક્રિઝ પર આવતા જ નાર્દન વારિયર્સના વાવાઝોડાને વધારી દીધુ.
રસલે માત્ર ૯ બોલમાં ૬ સિક્સની મદદથી ૩૮ રન બનાવી દીધઆ. આ દરમિયાન ૧૩૦ના સ્કોર પર નિકોલ્સ આઉટ થયો, તો રોવમૈન પાવેલ ક્રીઝ પર આવ્યો અને તેને ૨ ફોર અને ૨ સિક્સની મદદથી ૨૧ રન બનાવ્યા અને પોતાની ટીમને આ વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. આ દરમિયાન વારિયર્સની ટીમે ૧૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૧૮૩ રનનો આ વિશાળ સ્કોર ઉભો કરી દીધો.
૧૮૪ રનના જવાબમાં ઉતરેલ પંજાબી લેઝન્ડસની ટીમે ૧૦ ઓવરમાં ૮૪ રન જ બની શક્્યા. પંજાબી માટે સર્વાધિક રન અનવર અલી (૧૮) જ બનાવી શકિયો. આ સિવાય તેના ૫ ખેલાડી બે આંકડાના અંક સુધી પણ પહોંચી શકિયા નહી. આમ વારિયર્સએ ૯૯ રનથી આ મેચ પોતાના નામે કરી લીધી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






