ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે છેલ્લી ટી-૨૦, મિશેલ સ્ટાર્કની વાપસી

0
14

સિડની,તા.૨૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની છેલ્લી સિરીઝની છેલ્લી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે, ઓસ્ટ્રેલિયાઇ ટીમમાં ઝડપી બોલર મિશેલ સ્ટારની વાપસી થઇ છે. મિશેલ સ્ટારને ઇજાગ્રસ્ત બિલી સ્ટાનલેકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેણી બરાબર કરવા માટે કોહલી એન્ડ કંપનીએ આ મેચમાં વિજય મેળવવો ખૂબ જરૂરી છે. ભારત પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસને કારણે હારી ગયું હતું જ્યારે બીજી મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. હવે ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા કરતા ૦-૧થી આગળ છે.
સતત સાત શ્રેણી જીતનારી ભારતીય ટીમનો આ ક્રમ ભલે તૂટી ગયો પરંતુ હવે ભારતની નજર પોતાના બોલરો પાસે વધુ એકવાર શાનદાર પ્રદર્શનની આશા કરીને ત્રણ મેચની શ્રેણી બરોબર કરવાનો પ્રયત્ન કરશે.
જા તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે તો સ્ટાર્ક બે વર્ષ બાદ કોઇ ટી-૨૦ મેચ રમશે, તેણે ગત ટી-૨૦ મેચ સપ્ટેમ્બર ૨૦૧૬માં રમી હતી. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાઇ હતી. હોમ ગ્રાઉનડ પર તેણે પોતાની છેલ્લી મેચ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. રસપ્રદ વાત એ છે કે, તે મેચમાં પણ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ રમાઇ હતી.
સ્ટાનલેક ઈજાને કારણે મેલબોર્નમાં રમાયેલી બીજી ટી૨૦ મેચ પહેલા પ્રેકીટસ સત્ર દરમિયાન કેચ કરવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાન પર નાથન કૂલ્ટર નાઇલને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૯ ઓવરમાં ૧૩૨/૭નો સ્કોર કર્યો ત્યારબાદ મેચ શરૂ થઈ નહતી.
સ્ટાર્કની સાથે જાશ હેઝલવુડ અને પેટ કમિન્સને ભારત સામેની ટી૨૦ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો, જેથી તે ૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે. આ સાથે ત્રણેય બોલરોને શેફીલ્ડ શીલ્ડ ગીલમાં રમવાની ના પાડવામાં આવી હતી.
પરંતુ સ્ટાનલેકની ઈજા બાદ સ્ટાર્કને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે. કારણ કે બીજી મેચ ધોવાઇ જવાને કારણે ત્રીજી મેચ શ્રેણીનું પરિણામ નક્કી કરવા માટે ખૂબ મહત્વની છે.
છેલ્લી ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમઃ એરોન ફિંચ, એલેક્સ કૈરી, એશ્ટન એગર, જેસન બેહરેન્ડોર્ફ, નાથન કુલ્ટન નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મૈક્સવેલ, બેન મૈકડરમોટ, ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોયનિસ, એડ્રસૂ ટાઇ, એડમ જામ્પા, મિશેલ સ્ટાર્ક.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY