ઝુંબેશને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ
વલસાડ, તા.૧૧
વલસાડ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રએ ૯૩૮ બુથ પર ૧૯૮૩ ટીમ અને ૧૮૭ સુપરવાઇઝર દ્વારા કરેલા સઘન આયોજન થકી ૦ થી પ વર્ષના ૧૪પ૨૪પ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. તાલુકાવાર વિગતો જાઇએ તો વલસાડમાં ૨૮પપ૧, પારડીમાં ૧૨૨૭૯, વાપીમાં ૩૩૭૦૩, ઉમરગામમાં ૨૬૧૪૦, ધરમપુરમાં ૧૮૮પ૩ અને કપરાડા તાલુકામાં ૨પ૭૧૯ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરાયા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓના સહયોગથી પલ્સ પોલિયો અભિયાનના પ્રથમ દિવસે ૮૪ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બાકી રહેલા બાળકોને આવનારા બે દિવસોમાં પોલીયોની રસીના ટીપાં પીવડાવવાનું આયોજન કરાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



