ખુર્શીદના નિવેદનથી કોંગ્રેસ ફસાઈ…!
અલીગઢ,તા.૨૪
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ડો. બી.આર આંબેડકર હોલમાં આયોજીત વાર્ષિકોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સલમાન ખુર્શીદે કહ્યુ કે કોંગ્રેસના કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘ છે. તેમણે કહ્યુ કે તેઓ કોંગ્રેસના નેતા છે તેના કારણે તેમના પર પણ મુસલમાનોના લોહીના ડાઘ છે. તેમના આ નિવેદન પર એક વિડીયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખુર્શીદે ટ્રિપલ તલાક પર વિદ્યાર્થીને જાગૃત કરતાં અલીગઢ સાથેના તેમના જુના સંબંધોને તાજા કર્યા હતાં. તેમણે કહ્યુ કે, મને એ વાતનો અફસોસ છે કે મારી કેળવણી અહીંયા ન થઇ.
એએમયુના વિદ્યાર્થી આમિર મિંટોઇએ ખુર્શીદને પૂછ્યું હતું કે ૧૯૪૭માં દેશની આઝાદી પછી ૧૯૪૮માં એએમયુ એક્ટમાં પહેલા સંશોધન, ૧૯૫૦ પ્રેસિડેન્શિયલ ઓર્ડર, જેમાં મુસ્લિમ દલિતો સાથે એસટી-એસસી આરક્ષણનો હક છિનવી લેવામાં આવ્યો. જેના પછી હાશિમરપુરા, મલિયાના, મેરઠ, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, ભાગલપુર, અલીગઢ વગેરેમાં મુસલમાનોનો નરસંહાર થયો હતો. આ ઉપરાંત બાબરી મસ્જિદના દરવાજા ખોલવા, બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મુકવી અને પછી બાબરી મસ્જિદની શહાદત જે કોંગ્રેસના નરસિમ્હા રાવ સરકારમાં થઇ.
આ બધી ઘટના યાદ કરાવતા વિદ્યાર્થીએ સલમાન ખુર્શીદને પૂછ્યું કે કોંગ્રેસના કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘ છે, જેને તમે કયા શબ્દોથી ધોવા માંગશો? આ સવાલના જવાબમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે કહ્યુ કે કોંગ્રેસના નેતા હોવાને કારણે તેમના પર પણ મુસલમાનોના લોહીના ડાઘ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"