સુરતના પરવત પાટીયામાં પ્લાસ્ટિક-પૂઠાંના કચરામાં ભીષણ આગ લાગતા દોડધામ

0
83

સુરત,તા.૨૩/૦૨/૨૦૧૮

સુરતના પરવત પાટિયા નજીકના એક ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિક અને પુંઠાના કચરામાં આગી ફાટી નીકળતા ભાગદોડ થઇ ગઇ હતી. આગ ફાટી નીકળતા ગગનચૂંબી કાળા વાદળોને લઇને આજુબાજુના વિસ્તારોમાં પણ ભયનો માહોલ જાવા મળ્યો હતો. તો બીજી બાજુ આગનો ધુમાડો રહેણાંક વિસ્તારના ઘરોમાં ઘૂસી જતાં લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ બાદ ફાયરના ફાયટર્સ તાત્કાલિક દોડી આવતા લોકોએ રાહતનો દમ લીઘો હતો.

ફાયર આૅફિસરે જણાવ્યુ કે, પરવત પાટિયા નજીકના ખુલ્લા મેદાનમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી બાદ ફાયર ફાયટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પુંઠા અને કારખાનાના વેસ્ટેજ પ્લાસ્ટિકના જથ્થામાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં ઉગ્ર બની ગઇ હતી. જાકે ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY