ન્યુ દિલ્હી,તા.૨૫
આર્થિક મુશ્કેલીને કારણે તાજેતરમાં બંધ પડેલી જૅટ ઍરવૅઝની અગાઉથી બુક કરાયેલી ટિકિટોના રિફંડ કે મુસાફરોને પ્રવાસની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની દાદ ચાહતી અરજીની સુનાવણી દિલ્હી વડી અદાલત પહેલી મેએ કરશે.
બેજનકુમાર મિશ્રાએ જૅટ ઍરવૅઝની અગાઉથી બુક કરાયેલી ટિકિટોના રિફંડ કે પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુલકી ઉડ્ડય મંત્રાલય અને ડિરૅક્ટર જનરલ આૅફ સિવિલ ઍવિયૅશનને આદેશ આપવા દાદ ચાહતી અરજી કરી હતી.
આમ છતાં, મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભાંભાનીની બનેલી બૅન્ચે જણાવ્યું હતું કે આ અરજી માત્ર પબ્લિસિટી માટે કરાઇ લાગે છે અને તેની સુનાવણી પહેલી મેએ કરાશે.
અરજદારો જણાવ્યું હતું કે જૅટ ઍરવૅઝની અગાઉથી ટિકિટો બુક કરાવનારા મુસાફરોને પૂરું રિફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને અન્ય હરીફ ઍરલાઇન્સે ભાડાં વધારી દીધા હોવાથી તેઓએ નવી ટિકિટ બુક કરાવવા મોટી રકમ ચૂકવી પડે છે.
અરજદારે પ્રસારમાધ્યમમાંના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે જૅટ ઍરવૅઝની અગાઉથી જે ટિકિટો બુક કરાઇ હતી, તેઓનું અંદાજે રૂપિયા ૩૬૦ કરોડથી વધુનું રિફંડ આપવાનું બાકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





