શનિવારથી કોમી એકતાના માહોલમાં હઝરત ખ્વાજા દાના સાહેબનો સંદલ ઉર્સ

0
16

સુરત, તા.૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાં સુપ્રસિદ્ધ અોલિયા શહેનશાહે સુરત હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ શરીફ બડેખાં ચકલા સંદલ ઉર્સની ઉજવણી કોમી એકતાના માહોલમાં સંદલ તા.૧૩-૧૦-૨૦૧૮ શનિવારના રોજ અને ઉર્સ ૧૪-૧૦-૨૦૧૮ રવિવારના રોજ સજ્જાદાનશીન સૈયદ ઈબ્રાહીમ ઉર્ફે કરમબાવાની સરપસ્તીમાં થશે. આ પ્રસંગે માજી કોર્પોરેટર ઈકબાલભાઈ પટેલ દરગાહ ટ્રસ્ટીઅો ગુલામ મોહંમદ મુજાવર, આહમદભાઈ, અલ્તાફભાઈ, હાલી વલી મોહંમદ તથા ગુલામ મુસ્તુફા, સરીફ શેખ, હાજી ખલીલભાઈ ચાવાળા, અબ્બાસ શેખ, અલાઉદ્દીન પટેલ, આસીફ પટેલ, સમીર નાનવાલાએ દરગાહ શરીફના આજુબાજુના વિસ્તારમાં બડેખાં ચકલામાં મુખ્ય માર્ગ સાગર હોટલ પાસે, ઢીંગલી ફળીયા, કાજીનું મેદાન, પખાલીવાડ, નાનપુરા, બાલાપીર દરગાહ પાસે, ગોપીપુરા, મોમનાવાડ, સગરામપુરા ચોકી વગેરે વિસ્તારમાં સાફ સફાઈ કાર્ય જંતુનાશક દવાનો છંટકાવ, બ્રશીંગ, સ્ક્રેપિંગ, પેચવર્ક પાણીની પરબો પર બે દિવસ વિના મૂલ્યે પાણીના ટેન્કરો ફાળવવા, ડ્રેનેજ લાઈન સાફ કરાવવી આ ઉપરાંત બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવા, મ્યુ. કમિશનર એમ. થેન્નારાસન અને લાગતા વળગતા અધિકારીઅોને રજૂઆત કરી છે. માજી કોર્પોરેટર ઈકબાલ પટેલ, ગુલામ મોહંમદ મુજાવર વગેરેએ આ ઉપરાંત અઠવા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર એસ.બી. ભરવાડïને રૂબરૂ મળીને બે દિવસના સંદલ, ઉર્સ કાર્યક્રમ નિમિત્તે યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ રજૂઆત કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY