ન્યુ દિલ્હી,તા.૧૯
દિલ્હીની ૫ સ્ટાર હોટેલ હયાતમાં ખુલેઆમ બંદૂક તાકનાર આશીષ પાંડેને આજે ફરી પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો. હાજર કરાયા તે દરમિયાન પોલીસે કોર્ટને અપીલ કરી હતી કે આશીષ પાંડેને ફરી કસ્ટડીમાં લેવામાં આવે. પરંતુ કોર્ટે આશીષ પાંડેના રીમાન્ડ વધારવાનો ઇન્કાર કર્યો છે. જા કે તેને સોમવાર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એટલે કે સોમવાર સુધી હવે આશીષ પાંડેને જેલમાં રહેવું પડશે.
કોર્ટે પોલીસને જણાવ્યું કે પોલીસ કસ્ટડી માટે જે આધાર આપવામાં આવ્યો છે, તે ગઇકાલ જેવો જ છે. આ પૂછપરછમાં લખનઉથી શું મળ્યું, તેની પણ કંઇ જાણ નથી થઇ. જા કે, પોલીસે જે બે નવી કડીઓ જણાવી છે તે એવી નથી કે જેના આધારે રીમાન્ડ આપવામાં આવે.
કોર્ટમાં હાજર કરાયા તે દરમિયાન આશીષ પાંડેના વકીલે જણાવ્યું કે દિલ્હીમાં ઘણા ગરમ મગજના લોકો રહે છે, જે દલીલો કરે છે. તેમ છતાં પાંડેએ હથિયારનો ઉપયોગ ન કર્યો. કોર્ટે આ દરમિયાન પોલીસ પાસેથી આશીષ પાંડે સાથેની મહિલાઓની પણ માહિતી મેળવી હતી.
આશીષ પાંડેના વકીલે કોર્ટમાં જણાવ્યું કે અમે હથિયાર જપ્ત કરી લીધુ છે, હવે કોઈ તપાસ બાકી નથી. અમારી પાસે લાઇસન્સ ગન હતી, જેનો ઉપયોગ નહતો કરવામાં આવ્યો. તેણે કોઈને બંદૂક તાકી નહતી. વકીલે એમ પણ જણાવ્યું કે ક્લાયન્ટ પર કલમ ??૫૦૬ શા માટે લગાવવામાં આવી, તેણે કોઈને ધમકી આપી ન હતી. જે પાર્ટી સાથે વિવાદ થયો હતો, તેણે તો કોઈ પણ ફરિયાદ નોંધાવી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




