પેટ્રોલમાં ૯ અને ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો ઝીંકાયો

0
24

ન્યુ દિલ્હી,તા.૧૧
ભલે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હોય, પરંતુ આ રાહતની અસર ખત્મ થતી જાવા મળી રહી છે. ફરી એક વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે.
પેટ્રોલ-ડિઝલમાં આજે પણ ભાવ વધારો સામે આવ્યો. પેટ્રોલમાં ૯ પૈસા અને ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો થયો છે. જેના કારણે પેટ્રોલના ભાવ રૂ. ૭૯.૩૧ પ્રતિ લિટર થયો છે. તો બીજી તરફ ડિઝલમાં ૨૭ પૈસાના વધારાની સાથે પ્રતિ લિટરનો ભાવ રૂ. ૭૭.૯૪ પહોંચ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં ૧ લિટર પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસા અને ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો થયો છે. આ વધારાની સાથે દિલ્હીમાં ૧ લિટર પેટ્રોલ માટે ૮૨.૩૬ રૂપિયા ચૂકવવાના રહેશે અને ડિઝલ માટે ૭૪.૨૬ રૂપિયા ચૂકવવાના રહેશે.
જ્યારે મુંબઇમાં ૧ લિટર પેટ્રોલમાં ૯ પૈસાનો વધારો થયો છે. જે પછી ૧ લિટર પેટ્રોલ માટે ૮૭.૮૨ રૂપિયા ચૂકવવા પડશે. ડિઝલની વાત કરવામાં આવે તો તેની કિંમતમાં પણ ૨૯ પૈસાનો વધારો થયો છે. આ સાથે જ ૭૮.૨૨ રૂપિયા પ્રતિ લિટરમાં ખરીદી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY