ગાયના ગોબરમાંથી બનેલાં લાકડાંથી થશે અંતિમ સંસ્કારઃ દર વર્ષે ૪,૦૦૦ વૃક્ષને જીવતદાન

0
73

ભોપાલ,તા.૩
નાગપુર અને ગ્વાલિયરની જેમ ભોપાલમાં પણ ગોબરમાંથી બનેલા લાકડાથી અંતિમ સંસ્કારની તૈયારીઓ થઇ રહી છે. નાગપુરમાં તો મહાનગરપાલિકા ખુદ ગોબરમાંથી બનેલી લાકડી ઉપલબ્ધ કરાવી રહી છે. આ પ્રયોગ સફળ થતાં પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે.
ભોપાલના ત્રણ મોટા વિશ્રામ ઘાટ સુભાષનગર, છોલા અને ભદભદા પર આખા વર્ષ દરમમિયાન ૪,૦૦૦ જેટલા અંતિમ સંસ્કાર થાય છે. એક અંતિમ સંસ્કારમાં લગભગ ત્રણ ક્વિન્ટલ લાકડાંનો ઉપયોગ થાય છે. આખા વર્ષમાં ૧ર,૦૦૦ ક્વિન્ટલ લાકડાં માત્ર અંતિમ સંસ્કાર માટે વપરાય છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર સાયન્ટિસ્ટ ડો. વાય.કે. સકસેનાએ જણાવ્યું કે ત્રણ મહિના પહેલાં તેમના પિતાનું નિધન થતાં તેમના ગ્વાલિયરમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.
તે સમયે તેમને જાણ થઇ કે અહીં ગાયના ગોબરમાંથી બનેલા લાકડામાંથી અંતિમ સંસ્કારની સુવિધા ઉપલબ્ધ છે. ડો.સકસેનાએ ગોબરમાંથી બનેલા લાકડામાંથી જ પિતાના અંતિમ સંસ્કારનો નિર્ણય લીધો.
નાગપુરમાં આ પ્રયોગ વધુ સફળ રહ્યો છે. જયપુર અને ગ્વાલિયરમાં ગોબરમાંથી લાકડી બનાવાય છે. જ્યારે નાગપુરમાંં ભૂસું અને અન્ય બાયો ડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો આકાર ઇંટ જેવો હોય છે.
એક ઝાડમાંથી લગભગ ત્રણ ક્વિ ન્ટલ લાકડું મળે છે તેથી અંતિમ સંસ્કાર માટે વર્ષ દરમિયાન ૪,૦૦૦ વૃક્ષ કાપવામાં આવે છે. આ બધા વૃક્ષોને હવે જીવતદાન મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY