૧૦૨ વર્ષના ભારતીય દાદીએ દોડમાં વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ

0
38

ન્યુ દિલ્હી,તા.૧૫
પંજાબના ૧૦૨ વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશીપની ૨૦૦મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી છે. આટલી ઉંમરે પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે તેઓ શુક્રવારે ટ્‌વીટર પર છવાઈ ગયાં છે અને લોકો ટ્‌વીટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા બાદ વડીલો મોટાભાગે નજીકના પાર્કમાં કે સડક પર ચાલતા જાવા મળતા હોય છે, ત્યારે પંજાબનાં ૧૦૨ વર્ષના મન કૌર આ ઉંમરે પણ થાકતા નથી અને દોડની સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે. મન કોરે આ સ્પર્ધા ૩ મિનિટ અને ૧૪ સેકન્ડમાં પુરી કરી હતી. મોડલ, અભિનેતા અને એથલીટ મિલિંદ સોમણે પણ તેમની આ સફળતા પર વિશેષ ટ્‌વીટ કરી હતી.
વર્લ્ડ માસ્ટર્સ ગેમમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ગેમ દરમિયાન પણ તેઓ ૧૦૦ મીટરની દોડમાં ટોચનાં સ્થાને રહ્યાં હતાં. તેમનો ગોલ્ડ જીતવાનો સિલસિલો હજુ અટક્્યો નથી.
પંજાબનાં પટિયાલામાં રહેતાં મન કૌરે એથલીટ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત ૯૩ વર્ષની વયે કરી હતી, જે ઉંમરે મોટાભાગની મહિલાઓ ખાટલામાં બેસીને છોકરાઓને રમાડતી હોય છે. કૌર પોતાના દિવસની શરૂઆત સવારે ૪ વાગ્યાથી કરે છે. જેમાં તેઓ સતત દોડવાનો અને પગે ચાલવાની પ્રેક્ટિસ કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY