નાંદોદના વિશાલખાડી વળાંક પર પરિવાર સાથે જતા રાજપીપલા ના યુવાનનું અકસ્માતે મોત

0
269

રાજપીપળા નવાફળીયા માં રહેતા અનવરખાન શેખ પત્ની અને ચાર બાળકો સાથે બાઈક પર જતા વિશાલખાડી ના વળાંક પર બાઈક સ્લીપ થતા અનવરખાન નું મોત અને પરિવાર ના સભ્યો ને ઇજા થતા વડોદરા સારવાર માટે ખસેડાયા

રાજપીપળા: રાજપીપળા ના નવા ફળિયા માં રહેતા અને ભંગાર ની લારી ચલાવતા અનવરખાન અલ્લારખાં શેખ (32) ગત તારીખ 5 ઑગસ્ટ ના રોજ પત્ની શબાનાબીબી અને બાળકો સાથે બાઈક નં.જી જે 22 ડી 4113 લઈ પિતાની સાસરી માં જવા નીકળ્યા હતા ત્યારે નાંદોદ તાલુકાના વિશાલખાડી પાસેના વળાંક માં એની બાઈક ટર્ન મારતા સ્લીપ ખાઈ ગઈ જેમાં તમામ ને ઈજાઓ થઈ હતી પરંતુ અનવરખાન ને માથા સહીત શરીર ના અન્ય ભાગો માં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન એનું મોત થયું હતું જયારે પત્ની અને બાળકો ને પણ ઈજાઓ હોય તમામ ને વડોદરા સારવાર માટે રીફર કરાયા હતા પત્ની ની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તપાસ ટાઉન પી આઈ આર એસ તાવીયાડ કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY