નાંદોદના લાછરસ ગામ થી મળેલા બાળક ના વાલી મળતા રાહત

0
162

ગત સવારે રઝળતી હાલત માં મળેલા બાળક ના પિતા રાત્રે રાજપીપળા સિવિલ માં પહોંચતા બાાળક પરત સોંપાયું.

રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા લાછરસ ગામ માં એક ખાડા ના કીચડ માં અટવાતું લઘભગ દોઢ વર્ષ નું માસુમ બાળક બિનવારસી હાલત માં રડતું જોવા મળતા ગ્રામજનો એ એના વાલી ની તપાસ કરી પરંતુ કોઈ ક્યાંય ન જણાતા આખરે 108 ને જાણ કરતા રાજપીપળા 108 ની ટિમ લાછરસ પોહચી અને એને સલામત રીતે રાજપીપળા સિવિલ લવાયા બાદ એની સંભાળ રાખી ત્યાર બાદ આ વાત વાયુવેગે આખા જિલ્લા માં સોસીયલ મીડિયા માં ફરતા આખરે એના પિતા ને જાણ થઈ હતી જેથી એના પિતા સિવિલ ખાતે પહોંચ્યા હતા .

જાણવા મળ્યા મુજબ બાળક ના પિતા અક્કલકુવા ના મગનભાઈ વસાવા છે અને બાળક નું નામ રાજેશ હોય પિતા મજૂરી કામ માટે નાંદોદ ના થરી ગામમાં પરિવાર સાથે રહેતા હતા અને ગતરોજ એ મજૂરી એ ગયા બાદ પત્ની રાજેશ સાથે થરી નજીક આવેલા લાછરસ ગામે ગઈ હતી ત્યાં ક્યાંક રમતું રમતું અટવાતા વિખૂટું પડી જતા આ બનાવ બન્યો પરંતુ હાલ ના ઈન્ટરનેટ ના ઝડપી યુગ માં બાળક નો ફોટા સાથે નો મેસેજ સોસીયલ મીડિયા માં ફરી જતા એજ સાંજે બાળક નું પરિવાર સાથે મિલન થયું હતું જોકે એમાં અમુક સેવાભાવી સંસ્થાઓ એ પણ રસ દાખવતા ગણતરી ના કલાકો માં બાળક એના પરિવાર સાથે પોહચી ગયું હતું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY