બોલો..ભાજપનો પ્રચાર કરવા નીકળેલા કૂતરાની ધરપકડ કરાઇ..!!

0
6

નંદુબાર,તા.૩૦
ઉત્તર મહારાષ્ટ્રના નંદુબાર શહેરમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના વોટિંગ દરમિયાન સોમવારના રોજ એક કૂતરાની અટકાયત કરવામાં આવી છે. આ કૂતરાના આખા શરીર પર ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાસ્ટિકર લાગેલા હતા. બાદમાં પોલીસે આ કૂતરાના માલિકને પણ પકડ્યો.
પોલીસે જણાવ્યું કે જે શખસને પકડવામાં આવ્યો છે તેનું નામ એકનાથ મોતીરામ ચૌધરી છે અને તેની ઉંમર ૬૫ વર્ષ છે, તે નવનાથ નગરનો રહેવાસી છે. તેના કૂતરાના આખા શરીર પર સ્ટિકર લગાવવામાં આવ્યા હતા કે જેના પર લખ્યું હતું કે ‘મોદી લાવો, દેશ બચાઓ’ અને સાથે તે કૂતરાના શરીર પર બીજેપીનું ચૂંટણી ચિહ્ન પણ હતું.
તેમણે જણાવ્યું કે પોલીસને ફરિયાદ મળી હતી કે મતદાન દરમિયાન આ કૂતરું અને તેનો માલિક શહેરમાં ફરી રહ્યા હતા. કૂતરાના માલિક ચૌધરી વિરુધ્ધ ચૂંટણીના નિયમ તોડવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિયમો હેઠળ મતદાનના દિવસે પ્રચાર કરી શકાતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY