ગુરદાસપુર,તા.૩૦
કેટલાક કલાકારોની જેમ બોલીવુડના અભિનેતા સન્ની દેઓલે પણ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેણે સોમવારે ગુરદાસપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ બેઠક ઉપરથી ઉમેદવારી કરી તેમાં તેની સંપતિ અને તેના સાચા નામનો ખુલાસો પણ થયો છે. ચૂંટણી પંચને જે વિગતો આપી છે તે મુજબ તેનું સાચું નામ અજયસિંહ દેઓલ છે. તેની પાસે સ્થાયી અને અસ્થાયી મળી કુલ ૮૭.૧૮ કરોડની સંપતિ છે અને તેની ઉપર પ૧.૬૯ કરોડનું દેણું છે.
સન્નીની આવકની વાત કરીએ તો ર૦૧૭-૧૮માં તેની આવક ૬૩.૮ર લાખ, ર૦૧૬-૧૭માં ૯૬.ર૯ લાખ અને ર૦૧પ-૧૬માં ર.રપ કરોડ હતી.ઉમેદવારીપત્રમાં જણાવ્યા પ્રમાણે તેની પાસે ર૬ લાખ રૃપિયા અને તેની પત્ની પાસે ૧૬ લાખ રૃપિયા રોકડા છે. સ્થાયી સંપતિમાં દેઓલ પાસે ૯.૩૬ લાખ અને તેની પત્ની પાસે ૧.૪૩ કરોડની છે.
આ ઉપરાંત સન્નીએ તેની પાસેના વાહનો અને પત્ની પાસેના સોનાના દાગીનાની પણ જાણકારી ચૂંટણી પંચને આપી છે. જેમાં તેની પત્ની પાસે ૧.પ૬ કરોડના સોનાના દાગીના છે.અત્રે એ યાદ આપીએ કે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ સન્ની સાથે તેનો ભાઇ અને અભિનેતા બોબી દેઓલ અને પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્વેત મલિક પણ હાજર હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



