મુંબઇ,તા.૧૭
બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રાએ અનુરાગ બાસુની ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે.
આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા સિવાય રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન અને ફાતિમા સના શેખ પણ જાવા મળશે. સાન્યા અને આદિત્યએ એક ફોટો શેર કરી આ વાતની જાણકારી ફેન્સને આપી હતી. આ ઉપરાંત ફિલ્મનું હજુ સુધીમાં નામ નક્કી થયું નથી.
આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક રિક્શા ચલાવનાર પાત્રમાં નજરે આવે છે.
અનુરાગ બાસુની આવનારી આ ફિલ્મ કોમેડી ફિલ્મ છે. જે ફિલ્મમાં પહેલી વખત આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રા પડદા પર એક સાથે નજરે આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




